હાલમાં દરેક બોર્ડ ના પરિણામો આવવાની શરૂઆત થઇ ગઈ છે. જો તમે તમારા ૧૦માં ધોરણમાં અથવા ૧૨માં ધોરણમાં નાપાસ થયા હોય તો બિલકુલ ઘભરાવાની જરુર નથી.

નાપાસ છો છતાં પણ ચોક્કસ પણે તમારું અમુલ્ય વર્ષ તમે બચાવી શકો છો.

NIOS મા પ્રવેશ મેળવીને તમે જુન, જુલાઈ થી સપ્ટેમ્બર સુધી તાત્કાલિક પરીક્ષા આપો

અથવા

ઓક્ટોબર મા રેગુલર પરીક્ષા આપીને તમે પાસ થઇ શકો છો.

જુનમાં પરીક્ષા આપવા માટે ૨૦ થી ૫૦  સીટોનોજ ક્વોટા હોય છે. 


યાદ રાખશો કે અહી પ્રવેશ પ્રક્રિયામાં જરા પણ ભૂલ કરશો તો ક્યાયના પણ નહિ રહો. લોકો જલ્દીથી પાસ થવાના ચક્કરમાં મોટી મોટી ભૂલ કરી બેસતા હોય છે. અને કહેવત છે કે “ગરજવાન ને અક્કલ નથી હોતી” એજ પ્રમાણે જે કોઇપણ વચેટીયાઓ ખરું-ખોટું સમજાવે તે પ્રમાણે લોકો મસમોટી રકમ ચુકવતા હોય છે. ક્યારે પણ એવામાં પડશો નહિ.



 

મિત્રો,

National Institute of Open Schooling [NIOS] એ ભારત સરકાર દ્વારા નિર્મિત ત્રણ કેન્દ્રીય શૈક્ષણિક બોર્ડ CBSE, ICSE અને NIOS મા નું એક બોર્ડ છે. વર્ષ ૧૯૮૯ થી ચાલતાં આ બોર્ડ વિશે કોઈને પણ જાણકારી નથી. ભારતભરમાં પાછલા ૫ વર્ષ દરમ્યાન ૨૭ લાખ વિદ્યાર્થીઓ આનો લાભ લઇ ચુક્યા છે. NIOS ના વિદ્યાર્થીઓ ભારતની કોઈ પણ યુનિવર્સીટીમા પ્રવેશ લઇ શકે છે એટલુજ નહિ પણ તેઓ કેનેડા, અમેરિકા, કે બ્રિટન જેવા દેશોમાં પણ પ્રવેશ લઇ શકે છે. આપણે ત્યાં Association of Indian Universities [AIU], Medical Council of India [MCI], Indian Nursing Council, Pharmacy Council of India, IIT, ISM, GTU જેવી સંસ્થાઓએ પણ  NIOS ને માન્યતાઆપી છે અને આવા વિદ્યાર્થીઓ  JEE, NEET, AFMC, NDA, CLAT, NCHMCT, NIFT or NID etc. ની પરીક્ષાઓ પણ આપી શકે છે. વધુ જાણકારી માટે પૂરી વેબસાઈટ વાંચો.


​પરંતુ NIOS વિશેની અજ્ઞાનતાનો લાભ લેવા માટે અમુક પ્રકારના લોકો પરીક્ષાના રિઝલ્ટ સમયે સક્રિય થઇ જતા હોય છે. તેઓ મોટા ભાગે ૧૦૦% પાસ થવાની ગેરંટી આપે છે અને લોકલ પ્રિન્ટીંગ પ્રેસમાં NIOS ની માર્કશીટ છાપીને આપી દેતા હોય છે. આવી માર્કશીટ પર કોલેજનું એડમીશન પણ થઇ જાય છે. પરંતુ જયારે વર્ષ દોઢ વર્ષ  પછી તેની તપાસ NIOSમા કરવામાં આવે છે ત્યારે બધી વિગતો બહાર આવે છે અને કોલેજનું એડમીશન તો રદ થઇ જાય પણ સાથે સાથે ૧૨મુ પણ રદ અને જેલ થાય તે જુદું. ક્યારેક આવા લોકો ફર્જી રજીસ્ટ્રેશન પણ કરતા હોય છે અને ૩૦,૦૦૦ થી ૧,૫૦,૦૦૦ જેટલી રકમ પણ વસુલ કરતા હોય છે. આવા મોટા ભાગના લોકો ગુજરાત બહાર પરીક્ષા આયોજિત કરતા હોય છે. તો મેહરબાની કરીને જલ્દીથી પાસ થઈને વર્ષ બચાવવાના ચક્કરમાં પડશો નહિ. અને સાચી સલાહ માટે અમારો સંપર્ક કરશો. 


અમારા Wisdom Booth ના કેન્દ્રમાં આવીને વિગતવાર સમજીને પ્રવેશ મેળવનાર હમેશા સફળ રહેતા હોય છે. બીજા બોર્ડમાં નાપાસ થઈને NIOSમાં પ્રવેશ લઈને સફળ રહેવાની શક્યતાઓ ઘણી છે. પરંતુ સમજીવિચારીને પ્રવેશ લીધો હોય તો...

 

પ્રવેશ લેતા પહેલા નીચે પ્રમાણેના મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખશો:

  1. સૌ પ્રથમ તો ખોટી ગેરકાનૂની “૧૦૦% પાસની ગેરંટી” મા ફસાતા નહિ. ફક્ત રુબરુ આવનારને સમજાવવામાં આવશે કે લોકો ક્યાં ફસાય જાય છે.
  2. તમારું ‘રીઝલ્ટ’ જોયા પછીજ ખબર પડે કે તમે તમારા બોર્ડમાં નાપાસ થયા પછી NIOS મા પાસ થઇ શકો કે નહિ અથવા કેટલી શક્યતા છે?
  3. કયા પ્રકારના પ્રવેશમાં તમને સફળતા મળી શકે છે? [ પ્રવેશના પણ પ્રકારો હોય છે. તમારા માટે કયો પ્રકાર યોગ્ય છે?]
  4. શું તાત્કાલિક પરીક્ષા અને પબ્લિક પરીક્ષા ની વ્યવસ્થા અલગ અલગ હોય છે? બંનેના  ફાયદા – નુકશાન શું છે? પ્રવેશ લેતા પહેલા તેને સમજવા પણ જરૂરી હોય છે.
  5. શું NIOS ની પરીક્ષા પદ્ધતિ બીજા બોર્ડ થી અલગ હોય છે?  પરીક્ષા કેવી રીતે આપવી તે પણ અગત્યનું છે.
  6. શું તમારા બોર્ડનો સિલેબસ અને NIOS બોર્ડનો સિલેબસ અલગ  હોય છે? તદુપરાંત આખીને આખી બુક – ચોપડી વાંચવી કે કેટલુક વાંચવું? વગેરે વગેરે જાણવું ઘણું અગત્યનું છે.
  7. આ પ્રકારના નાપાસ થઈને NIOSમાં પ્રવેશ લેનાર માટે કોઈ બુક્સ – ચોપડીઓ ની વ્યવસ્થા કેવી હોય છે? શું NIOS  બુક્સ – ચોપડીઓ ઉપલબ્ધ કરે છે? અને જો ઉપલબ્ધ નહિ કરે તો વાંચશો કેવી રીતે?  
  8. પ્રેક્ટીકલ પરીક્ષા હોય તો કેવી રીતે આપવી? શું તમારા ફેઈલ થયેલા બોર્ડ મા જે વિષય થીઅરી નો હોય પણ NIOSમાં તેનું પ્રેક્ટીકલ પણ હોય એવું બને?
  9. શું ૧૦માં ધોરણ માટેના નિયમો અને ૧૨માં ધોરણ માટેના નિયમો અલગ અલગ હોય છે?  અને હોય તો એ પણ સમજવા જરૂરી છે.
  10. NIOSમાં પણ જો નાપાસ થયા તો પછી શું?
  11. ​NIOS નું પરિણામ ક્યારે આવે છે? શું પરિણામમાં વિલંબ પણ થાય છે? થાય તો કેટલો?


 

ઉપર જણાવ્યા મુજબના મુદ્ધાઓ સિવાયના પણ ઘણા એવા મુદ્દાઓ છે જે અલગ અલગ વિદ્યાર્થીઓ પ્રમાણે અલગ અલગ હોય છે. જે ફક્ત રૂબરૂમાં જ ખબર પડી શકે.

 જો તમે રૂબરૂ મુલાકાત લેવા માંગતા હોવ તો નીચે જણાવેલ ફોર્મ મા વિગતો ભરીને એપોઇન્ટમેન્ટ લઇ શકો છો. 

જાણકારી મેળવવા માટેના અને રુબરુ મુલાકાત માટે નીચે દર્શાવેલ ફોર્મ ભરો:

If  you  have  failed  in  other  Board

Here is a solution for you

Inquiry Form for the failed Students 

Est: 2003​ ​ 

NIOS AUTHORIZED ADMISSION CENTER​ 

 since 2014

શું તમે ૧૦માં કે ૧૨માં ધોરણમાં ફેઈલ થયા છો?

તો આ રહ્યો તેનો સરળ ઉપાય